Kuvarbai Nu Mameru Yojana : નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહી છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “કુવરબાઈ નુ મામેરુ યોજના” વિશે. તો ચાલો આપણે “કુવરબાઈ નુ મામેરુ યોજના” ની પુરી મહિતી વિશે જાણીએ.
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોના બાળકોના કલ્યાણ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. જેમાં કુંવરબાઈનું મામેરુ યોજના પણ સામેલ છે. આ લગ્ન સહાય યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. સહાયની રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા પરિણીત દીકરીઓને તેમના બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નુ મામેરુ યોજના હેઠળ, અનુસૂચિત જાતિ કેટેગરીની કન્યાઓ, OBC કેટેગરીની દીકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી લાભ મળે છે. આ યોજનામાં, પ્રતિ લાભાર્થી પુત્રી (બે પુત્રીઓ માટે) રૂ. 12,000/- જમા કરવામાં આવે છે. કુંવરબાઈનું મામેરુ યોજના માત્ર ગુજરાત રાજ્યની દીકરીઓ માટે છે. હવે, SJED કુંવરબાઈ નુ મામેરુ યોજના હેઠળના સરકારી અપડેટ મુજબ કુંવરબાઈ નુ મામેરુ યોજના બીજા નામથી પણ ઓળખાય છે.
Contents
- 1 કુંવરબાઈનું મામેરું યોજના હેતુ | Kuvarbai Nu Mameru Yojana
- 2 કુંવરબાઈનું મામેરું યોજના વિશે ટૂંકમાં માહિતી
- 3 કુંવરબાઈનું મામેરું યોજના મળવાપાત્ર લાભ
- 4 કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મેળવવા માટેની લાયકાત/યોગ્યતા
- 5 કુંવરબાઈનું મામેરું યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- 6 કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- 7 FAQs :- કુંવરબાઈનું મામેરું યોજના માટે પૂછાતા પ્રશ્નો
- 8
- 8.1 કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી જોઈએ ?
- 8.2 કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું?
- 8.3 કુંવરબાઈનું મામેરું યોજના નું ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- 8.4 કુંવરબાઈનું મામેરું યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?
- 8.5 કુંવરબાઈનું મામેરું યોજના નું સ્ટેટસ ઓનલાઇનકેવી રીતે ચેક કરવું?
- 8.6 કુંવરબાઈનું મામેરું યોજના એપ્લાય કરવા માટે વય મર્યાદા કેટલી છે?
કુંવરબાઈનું મામેરું યોજના હેતુ | Kuvarbai Nu Mameru Yojana
આ યોજના નો મુખ્ય હેતુ દિકરી જન્મદર વધે આને બાળલગ્ન અટકાવવા નો છે. અને ગરીબ પરિવાર ની દિકરી ને અર્થિક મદદ મળી રહે તે માટેનો છે.
કુંવરબાઈનું મામેરું યોજના વિશે ટૂંકમાં માહિતી
યોજનાનું નામ | કુંવરબાઈનું મામેરું યોજના |
કોના દ્વારા શરુ કરવામા આવેલી | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થી | અનુસૂચિત જાતિ કેટેગરીની કન્યાઓ, OBC કેટેગરીની દીકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી લાભ |
મળવા પાત્ર રકમ | પ્રતિ લાભાર્થી પુત્રી (બે પુત્રીઓ માટે) રૂ. 12,000/- |
વય મર્યાદા | લગ્ન સમયે, છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વરની ઉંમર 21 વર્ષ |
આવક મર્યાદા | વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,20,000/- ગ્રામીણ વિસ્તારોમાં અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તારોમાં |
હેતુ | દિકરી જન્મદર વધે આને બાળલગ્ન અટકાવવા નો |
કુંવરબાઈનું મામેરું યોજના મળવાપાત્ર લાભ
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
- જે દિકરીઓને 01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
- જે દિકરીઓને તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મેળવવા માટેની લાયકાત/યોગ્યતા
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યના મૂળ રહેવાસીઓને જ મળવાપાત્ર છે.
- લગ્ન સમયે, છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વરની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
- આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,20,000/- ગ્રામીણ વિસ્તારોમાં અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તારોમાં હોવી જોઈએ.
- કુવરબાઈ નુ મામેરુ યોજના (કુવરબાઈ નુ મામેરુ યોજના ફોર્મ PDF) ઓનલાઈન ફોર્મ લગ્નના બે વર્ષની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો છોકરી ફરીથી લગ્ન કરશે, તો તે તેનો લાભ મેળવી શકશે નહીં.
- સમૂહ લગ્ન માં ભાગ લેનાર લાભાર્થી કન્યાઓ સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુવરબાઈ નુ મામેરુ યોજના માટે પાત્ર બનશે.
- જો બધી શરતો પૂરી થાય તો બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે.
કુંવરબાઈનું મામેરું યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ
કુંવરબાયનું મામેરુ યોજના /Kuvarbai Nu Mameru Yojana નુ ફોર્મ ભરવા માટે ના ડોક્યુમેન્ટસ ની યાદી નીચે મુજબ છે. click Here
1. | કન્યાનું આધારકાર્ડ |
2. | લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ |
3. | કન્યાનો જાતિનો દાખલો |
4. | કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર |
5. | લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો |
6. | કન્યાના રહેઠાણનો પુરાવો |
7. | કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) |
8. | વર-કન્યાનો સંયુક્ત ફોટો |
9. | વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર) |
10. | લગ્નનોંધણી પ્રમાણપત્ર |
11. | કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration) |
12. | કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો |
કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
1.સૌપ્રથમ તમારે નીચે આપેલી સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન વખતે આઈડી અને પાસવર્ડ તમારા ઇમેલ આઇડી માં મોકલવામાં આવશે.
e samaj kalyan Portal – https://esamajkalyan.gujarat.gov.in/
2. Email માં આવેલ આઈડી પાસવર્ડ થી તમારે લોગીન કરવાનું રહેશે.
3.ત્યારબાદ તમારે કુંવરબાઈનુ મામેરુ નામની યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ તેમાં માંગેલી બધી વિગત ભરવાની રહેશે.
5. ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
6. બધા ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ તમારે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જેને સાચવવાનો રહેશે.
7. ત્યારબાદ તમારે તમારા ફોર્મ ની પ્રિન્ટ આઉટ કોપી કાઢવાની રહેશે.
FAQs :- કુંવરબાઈનું મામેરું યોજના માટે પૂછાતા પ્રશ્નો
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી જોઈએ ?
વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,20,000/- ગ્રામીણ વિસ્તારોમાં અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તારોમાં
કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું?
આ સાઈટ ઉપર જઈને તમે ઓનલાઇન એપ્લાય કરી શકશો. અને – https://esamajkalyan.gujarat.gov.in/
કુંવરબાઈનું મામેરું યોજના નું ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?
આ યોજનાનું ફોર્મ ભર્યા બાદ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે આ એપ્લિકેશન નંબર દ્વારા તમે યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
કુંવરબાઈનું મામેરું યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?
click here ઉપર ટચ કરીને તમે ડોક્યુમેન્ટ નું લિસ્ટ મેળવી શકશો.
કુંવરબાઈનું મામેરું યોજના નું સ્ટેટસ ઓનલાઇનકેવી રીતે ચેક કરવું?
e samaj kalyan Portal પર જઈને તમે ઇમેલ અને પાસવર્ડ થી લોગીન કરીને તમારું સ્ટેટસ જોઈ શકશો.
કુંવરબાઈનું મામેરું યોજના એપ્લાય કરવા માટે વય મર્યાદા કેટલી છે?
લગ્ન સમયે, છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વરની ઉંમર 21 વર્ષ