Manav Kalyan Yojana
Manav Kalyan Yojana

Manav Kalyan Yojana :  નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વાગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહી છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “લેપટોપ સહાય યોજના” વિશે. તો ચાલો આપણે “લેપટોપ સહાય યોજના” ની પુરી મહિતી વિશે જાણીએ.

ગુજરાત સરકારે તેના રાજ્યના ગરીબ અને પછાત જાતિના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના ગુજરાત શરૂ કરી છે. આ યોજના હેઠળ પ્લમ્બર, સુથાર, બ્યુટી પાર્લર, ગરમ અને ઠંડા પીણાં અને નાસ્તાનું વેચાણ, શાકભાજી વેચનાર અને ધોબી વગેરે જેવી 28 પ્રકારની નાના – મોટા કામ કરતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમને સાધનો પણ આપવામાં આવશે. જેના કારણે લોકોની આવક અને સ્વરોજગારીની તકો વધશે અને લોકો ની આર્થિક પરિસ્થિતિ માં લાભ થશે.

આજની પોસ્ટ માં , અમે તમને માનવ કલ્યાણ યોજના 2023 થી સંબંધિત તમામ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. જો તમે ગુજરાત રાજ્યના રહેવાસી છો અને મજૂર , કારીગર, અથવા નાનો વ્યવસાય ચલાવો છો, તો તમને આ યોજનાનો ઘણો લાભ મળવા પાત્ર છે. અહીં અમે તમને માનવ કલ્યાણ યોજના શું છે, આ યોજનાના લાભો, તેના ઉદ્દેશ્ય, યોગ્યતા, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે હજુ સુધી આ યોજના વિશે જાણતા ન હોવ તો અમારી પોસ્ટ વાંચી અને ઝડપથી આ યોજના માટે એપ્લાય કરો. આ યોજના માં કોણ કોણ એપ્લાય કરી શકે સે એ માટે ની બધી માહિતી નીચે મુજબ છે.

Contents

માનવ કલ્યાણ યોજના 2023 | Manav Kalyan Yojana 2023

આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો/કારીગરો તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે તેના માટે સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પ્લમ્બર, સુથાર, બ્યુટી પાર્લર, ગરમ અને ઠંડા પીણાં અને નાસ્તાનું વેચાણ, શાકભાજી વેચનાર અને ધોબી વગેરે જેવી 28 પ્રકારની નાના – મોટા કામ કરતા લોકો ને આ માનવ કલ્યાણ યોજના ખુબજ ઉપયગી છે.

આ યોજના હેઠળ, જે લોકોની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹120000 અને શહેરી વિસ્તારોમાં ₹150000 સુધી છે તેમને સરકાર દ્વારા નાગરિકોને એવા સાધનો આપવામાં આવશે જે તેમના માટે ખૂબ જ ઉપયોગી થશે.

માનવ કલ્યાણ યોજના વિશે માહિતી

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
કોના દ્વારા શરુ કરવામા આવેલીગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીપછાત અને ગરીબ સમુદાયના નાગરિકો
હેતુપછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને વિકાસ માટે સહાય પૂરી પાડવી
યોજનાના લાભરોજગારીના સાધનો સહાય તરીકે આપવામાં આવે છે
વય મર્યાદા16 થી 60 વર્ષની વય મર્યાદા
આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹120000 અને શહેરી વિસ્તારોમાં ₹150000
ફોર્મ કેવી રીતે ભરવુંhttps://e-kutir.gujarat.gov.in/
Manav Kalyan Yojana

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટેની લાયકાત/યોગ્યતા

Manav Kalyan Yojana નો લાભ મેળવવા માટે સરકાર દ્વારા કેટલીક યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જે લાભાર્થી આ યોગ્યતા મુજબ યોજનાની હેઠળ આવતા હશે એ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

  • લાભાર્થી 16 થી 60 વર્ષની વય મર્યાદા ધરાવતાં હોવા જોઈએ.
  • જે લોકોની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹120000 અને શહેરી વિસ્તારોમાં ₹150000 સુધી છે તે લોકો આ યોજના નો લાભ મેળવી શકે છે.

માનવ કલ્યાણ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ

1.આધાર કાર્ડ
2.રેશન કાર્ડ
3.અભ્યાસના પુરાવા
4.વાર્ષિક આવકનું ઉદાહરણ
5.રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
6.વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
7.અરજદારના લિંગનું ઉદાહરણ
8.નોટરાઇઝ્ડ એફિડેવિટ
9.કરાર
Manav Kalyan Yojana

માનવ કલ્યાણ યોજનામાં સાધન સહાયની યાદી

Manav Kalyan Yojana માં નવો વ્યવસાય શરુ કરવા માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધનની સહાય આપવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

1.મોબાઈલ રીપેરીંગ કીટ
2.કડિયા કામ
3.હેર કટિંગ (વાળંદ કામ)
4.સુથારીકામ
5.બ્યુટી પાર્લર
6.ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
7.અથાણા બનાવટ
8.સેન્‍ટિંગ કામ
9.ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
10.મસાલા મિલ
11.રૂ ની દિવેટ બનાવવી અને પેપરકપ-ડીશ બનાવટ (સખીમંડળની બહેનો માટે)
12.વિવિધ પ્રકારની ફેરી
13.પાપડ બનાવટ
14.ભરતકામ
15.મોચીકામ
16.વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
17.કુંભારી કામ
18.રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)
19.દરજીકામ (મફત સિલાઈ મશીન યોજના)
20.પ્લમ્બર
21.દૂધ-દહિં વેચનાર
22.ધોબીકામ
23.ફ્લોર મિલ
24.માછલી વેચનાર
25.ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
26.સાવરણી સુપડા બનાવનાર
27.રસોઇકામ માટે પ્રેશર કુકર
(ઉજ્જવલા ગેસ કનેકશનના લાભાર્થી)
28.પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
Manav Kalyan Yojana

માનવ કલ્યાણ યોજના માં ઓનલાઇન અરજી કેમ કરવી ?

Step 1 : સૌપ્રથમ તમારે વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.

Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે For New Individual રેજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.

Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.

Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.

Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે મિત્રો આટલી પ્રક્રિયા કરી હવે તમારું Manav Kalyan Yojana માટેનું ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયું છે.

Manav Kalyan Yojana Youtube Video

Manav Kalyan Yojana

FAQs :- માનવ કલ્યાણ યોજના માટે પૂછાતા પ્રશ્નો

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે ?

આધાર કાર્ડ, સરનામું પ્રમાણીકરણ, અરજીનું પ્રમાણપત્ર ,રેશન કાર્ડ, વ્યાવસાયિક પ્રશિક્ષણનું પ્રમાણપત્ર, નોટરાઇઝ્ડ એફિડેવિટ, અભ્યાસની પ્રમાણપત્ર, વાર્ષિક આવક પ્રમાણપત્ર, વસવાટ, આધાર કાર્ડ, સરનામું પ્રમાણીકરણ, અરજીનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, વ્યાવસાયિક પ્રશિક્ષણનું પ્રમાણપત્ર, નોટરાઇઝ્ડ એફિડેવિટ, અભ્યાસની પ્રમાણપત્ર, વાર્ષિક આવક પ્રમાણપત્ર,વસવાટ

માનવ કલ્યાણ યોજના શું સહાય મળવા પાત્ર છે?

માનવ કલ્યાણ યોજના હેઠળ કયા ૨૮ પ્રકાર ના વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું?

તમે https://e-kutir.gujarat.gov.in/ website ઉપર જઈ ને રજિસ્ટ્રેશન કરી ને ફોર્મ ભરી શકો છો.

માનવ કલ્યાણ યોજના માટે અરજી કોણ કરી શકે છે?

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ તે આ યોજના નો લાભ લઇ શકે.

માનવ કલ્યાણ યોજના શું છે ?

માનવ કલ્યાણ યોજનામાં આર્થિક વૃદ્ધિ અને પછાત જાતિ અને ગરીબ સમુદાયના વિકાસના ઉદ્દેશ્ય સાથે પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે વય મર્યાદા કેટલી છે?

૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Manav Kalyan Yojana અરજી ફોર્મ,પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય વિશેની તમામ માહિતી મેળવી. માનવ કલ્યાણ યોજના માં ઓનલાઇન અરજી કેમ કરવી તેની પણ જાણકારી મેળવી હોય તો તમે આ પોસ્ટ તમારા મિત્રોને પણ શેર કરો. જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x