Vidhva Sahay Yojana
Vidhva Sahay Yojana

ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે Vidhva Sahay Yojana યોજના શરૂ કરી છે. આ યોજના મા રાજ્યની તમામ વિધવા મહિલાઓને નાણાકીય સહાય માટે દર મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે. ગુજરાત વિધવા સહાય યોજનાનો(Vidhva Sahay Yojana) લાભ મેળવવા ઇચ્છુક મહિલાઓએ અરજી કરવાની રહેશે.

તમામ લાભાર્થીઓ ગુજરાત સરકાર ની વેબસાઈટ gujaratindia.gov.in ની મુલાકાત લઈને ગુજરાત સહાય યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા લેખમાં આપવામાં આવી છે. લાભાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. લેખમાં. તમે લિંક દ્વારા અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત વિધવા સહાય યોજના સંબંધિત વધુ માહિતી માટે, નીચે આપેલ લેખ વાંચો.

Contents

વિધવા સહાય યોજના | Vidhva Sahay Yojana

વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. યોજનાનો લાભ મેળવવા માટે વિધવા લાભાર્થીની આયુ 18 થી 60 વર્ષ વચ્ચે વચ્ચે હોની જોઈએ. ગુજરાત વિધવા સહાય યોજના માં વિધવા મહીલા ને મળવા પાત્ર રકમ 1250 રૂપિયા પ્રતિ માસ છે. જો મહિલા બીજા લગ્ન કરે તો તેને વિધ્વા સહાય યોજનાનો લાભ મળશે નહિ.

ગંગા સ્વરૂપ યોજના (ગુજરાત વિધવા સહાય યોજના) ના લાભો શું છે અને લાભો વિશે માહિતી મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે? યોજનાના લાભો મેળવવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો.

વિધવા સહાય યોજના વિશે માહિતી

યોજનાનું નામવિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
કોના દ્વારા શરુ કરવામા આવેલીગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીવિધવા મહિલા
વય મર્યાદા8 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ વિધવાઓ
મળવા પાત્ર રકમ1250 રૂપિયા પ્રતિ માસ
આવક મર્યાદાગ્રામીણ વિસ્તારોમાં ₹120000 અને શહેરી વિસ્તારોમાં ₹150000
હેતુવધુ સારા જીવન માટે નાણાકીય સહાય પૂરી પાડવી
ઓફિશ્યિલ વેબસાઈટgujaratindia.gov.in

વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટેની લાયકાત/યોગ્યતા

Vidhva Sahay Yojana નો લાભ મેળવવા માટે સરકાર દ્વારા કેટલીક યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જે લાભાર્થી આ યોગ્યતા મુજબ યોજનાની હેઠળ આવતા હશે એ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

  • આ યોજના નો લાભ ફક્ત ગુજરાત ની વિધવા મહિલા ને જ મળશે.
  • જો મહિલા બીજા લગ્ન ન કાર્ય હોય માત્ર તે જ મહિલા ને આ લાભ મળશે.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ વિધવાઓ વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.
  • જે લોકોની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹120000 અને શહેરી વિસ્તારોમાં ₹150000 સુધી છે તે લોકો આ યોજના નો લાભ મેળવી શકે છે.

વિધવા સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ

1.આધારકાર્ડ
2.પતિના મરણનો દાખલો
3.આવકનો દાખલો
4.પાસબુક
5.રેશનકાર્ડ
6.અરજદારની ઉંમર અંગેના પુરાવા
7.વિધવા હોવાનો દાખલો
8.પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

વિધવા સહાય યોજના માં ઓનલાઇન અરજી કેમ કરવી ?

વિધવા સહાય યોજના ઓનલાઇન ફોર્મ ભરવા માટે સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબની સંપુર્ણ માહિતી આપવામાં આવી છે.

Step 1 : અરજદારે સૌ પ્રથમ પોતાના તાલુકાની મામલતદારશ્રીની કચેરી/ કલેક્ટર કચેરી/ પોતાની ગ્રામ પંચાયત ખાતેની વિના મુલ્યે વિધવા સહાય યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે. જેમાં ફોર્મમાં જણાવેલ સંપર્ણ વિગતો વાંચી સમજીને ભરવાની રહેશે. દરેક વિગત બરાબર ભરવી અને સંબંધિત અધિકારી ના સહી-સિક્કા કરાવી લેવા.

Step 2 : ગ્રામપંચાયત કક્ષાએ VCE (Village Computer Entrepreneur) પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Step 3 : તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

step 4: Vidhva Sahay Yojana Online Application  કરાયા બાદ ઓનલાઈન અરજી કર્યા બદલ અરજદારે પાવતી આપવામાં આવે છે. જે સાચવી રાખવી.

step 5 : Online Application તથા સાથે બીડાણમાં રહેલ ડોક્યુમેન્ટને આધારે મામલતદારશ્રી અરજીની ચકાસણી કરશે અને સહાય મંજૂરીનો હુકમ કરશે. જે અરજદારને મામલતદાર કચેરી ખાતેથી મેળવી લેવાનો રહેશે.

વિધવા સહાય યોજના Form pdf | Vidhva Sahay Yojana Form pdf

વિધવા સહાય યોજના ફોર્મ download કરવા માટે નીચે દર્શાવેલ લીંકથી વિધવા સહાય યોજના Application  ફોર્મ PDF ડાઉનલોડ કરી શકો.

વિધવા સહાય યોજના Check Status Online | Vidhva Sahay Yojana Check Status Online

Step 1 : અરજદારે સૌ પ્રથમ https://nsap.nic.in/ સેર્ચ કરો. પછી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે. જેમાં Report પર ક્લિક કરવાનું રહેશે.

Vidhva Sahay Yojana

Step 2 :પછી ઈમેજમાં દર્શાવ્યા મુજબ Pension Payment Details પર ક્લિક કરવાનું રહેશે.

Vidhva Sahay Yojana

Step 3 :ત્યાર બાદ ઇમેજ માં બતાવ્યા પ્રમાણે Application Number અથવા Sanction Number નાંખવાનો રહેશે. ત્યાર બાદ Captcha નાંખીને સબમીટ કરવાનું રહેશે. અને પાછું સબમિટ પર ક્લિક કરો .જેમાં અરજદારનું સહાય અને અરજીનુ સ્ટેટ્સ જાણી શકાશે.

Vidhva Sahay Yojana

Vidhva Sahay Yojana Youtube Video

Vidhva Sahay Yojana

FAQs – વિધવા સહાય યોજના માટે પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 :- વિધવા સહાય યોજના ને બીજા કયા નામ થી ઓળખાય છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

પ્રશ્ન 2 : વિધવા સહાય યોજના યોજનાની અરજી ફિ કેટલી છે.

વિધવા સહાય યોજના ની અરજી ફી ૨૦ રુ છે.

પ્રશ્ન 3 : વિધવા સહાય યોજના(ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) માં સહાય ની રકમ કેટલી છે ?

વિધવા સહાય યોજના(ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) માં સહાય ની રકમ 1250 રૂપિયા પ્રતિ માસ છે.

પ્રશ્ન 4 : વિધવા સહાય યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે.

વિધવા સહાય યોજના WCD Department દ્વારા ચલાવવામાં આવે છે.

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Vidhva Sahay Yojana અરજી ફોર્મ,પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય વિશેની તમામ માહિતી મેળવી. વિધવા સહાય યોજના માં ઓનલાઇન અરજી કેમ કરવી તેની પણ જાણકારી મેળવી હોય તો તમે આ પોસ્ટ તમારા આસપાસ ના વિસ્તાર માં રહેતી વિધવા મહિલા ને આ યોજના ની જાણકારી આપો જેથી તે આ યોજના નો લાભ મેળવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x